મને પુસ્તકો પ્રત્યે જાણે કે પ્રેમ થઈ ગયો.
વાચનના અનુભવથી કુશળક્ષેમ થઈ ગયો.
લાઈબ્રેરી બન્યું તીર્થધામ મારુંને મુલાકાતો,
વાચનક્ષુધા ટળી મારી સો ટચ હેમ થઈ ગયો.
જાતજાતનાને ભાતભાતના પુસ્તક સંગાથે,
ના પૂછશો કે તું વાચન વ્યસની કેમ થઈ ગયો!
શબ્દ ભંડોળ મારું થયું સમૃદ્ધને ભાષાનુરાગી,
પ્રતિદિન વાચન વધારું એવો નિયમ થઈ ગયો.
ફૂટી પાંખો કલ્પનાનીને વાસ્તવિકતા સુધ્ધાંયે,
ન ચાલે વાંચ્યા વગર એવો મને વહેમ થઈ ગયો.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર..