English Quote in Shayri by બાબા સત્સંગી

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માં-બાપ ની અમુક ટેવ ઉપર જો તમને ગુસ્સો આવતો હોય તો જરૂર વાંચશો...

આ વાંચી લીધા બાદ જો દિલ ના ભરાઇ આવે તો તમે માણસ નહી ...

*ઘડપણનો બળાપો*

બાળકે દાદાને પૂછ્યું " ઘડપણ " એટલે શું દાદુ..?

દાદા -- તારી મમ્મીને સમય મળે ત્યારે....
- ચા બનાવે ને ત્યારે પીવા મળે તે ( ધડપણ )

- ચાનો કપ લેતા હાથ ધ્રુજે તે ( ઘડપણ )

- ધ્રુજતા હાથે ચા પીતા પીતા થોડી ઢોળાય....
ને જાતે પોતું મારવું પડે...
નહીં તો તારી મમ્મી રાડું નાખે તે ( ઘડપણ )

- સવારમાં નાસ્તો કરવાનું બંધ થાય તે ( ધડપણ )

- નાહી ધોઈને તૈયાર થઈને બહાર વહ્યું જવાનું
ને જમવા ટાણે ઘેર આવવાનું તે *ઘડપણ*

- બપોરે જમીને સૌથી અલગ રૂમમાં 4 વાગ્યા સુધી.

- ઊંધ આવે કે ના આવે પડ્યું રેવાનુ તે ( ધડપણ )

- નીચે ઉતરીને બહાર જતા હોઈયે ત્યારે નીચે છોકરા ને તેની મમ્મી નાસ્તો કરતા હોય....
પણ....,જોઈને રાજી થવાનું...,
ને પેટ ને મનાવી લેવાનું....
ને સાંજ સુધી બહાર રેવાનું....
*તે (ધડપણ )*

- અંતે તે દાદાએ કહયું કે......

" બેટા...,! *" ઘડપણ "* બહું જ ખરાબ છે...!

કોઈને કરચલીવાળી ચામડી અને ધ્રુજતા હાથમાં રસ જ નથી....!

સૌને લીસ્સી ચામડીમાં જ રસ છે પણ તું ચામડીને નો જોતો હો બેટા...!,

મારી અંદર હજી એક જુવાન દાદો જીવે જ છે...
જેને રોજ સાંજે ૫ વાગે ભૂખ લાગે છે....

*આપણા સમાજની નરી વાસ્તવિકતા*
-------------------------------------------------------

શેર જરૂર કરજો કોઈને સમજ આવી જાય વાંચવાથી

તોં દાદાને આવું સહન ના કરવું પડે

English Shayri by બાબા સત્સંગી : 111204175
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now