કરામત ગજબની કરી જાય મિત્રો.
બની હસ્તરેખા ફળી જાય મિત્રો.
ન શબ્દો, ન ચ્હેરા ઉપર ભાવ કોઇ;
છતાં મનની વાતો કળી જાય મિત્રો.
તરસ માત્ર ખોબો ભરી પ્રેમની છેઃ
નર્યા વ્હાલથી મન ભરી જાય મિત્રો.
સતત ક્યાં જરૂરી છે પ્રત્યક્ષ હોવું?
સહજ શ્વાસ સાથે ભળી જાય મિત્રો...!!!
- અજ્ઞાત