Gujarati Quote in Story by Sagar

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

?વિધાયક દષ્ટિકોણ?
એક રાજા ને એક મૂર્તિકારે ત્રણ સુંદર મૂર્તિઓ ભેંટ આપી હતી રાજા ને તે અતિશય પ્રિય હતી એક દિવસ એક રાજસેવકથી સફાઈ કરતાં કરતાં તુટી ગઈ. રાજાને આ સમાચાર આપવામાં આવ્યાં તો રાજાયે ક્રોધમાં આવીને સેવકને મુત્યુદંડની સજા ફટકારી દીધી સજા સાંભળતાં સેવકે બાકીની બંને મૂર્તિ તોડી નાખી જ્યારે આ વાત રાજા ને જણાવવામાં આવી તો તેને બહુજ આશ્ર્ચર્ય થયું. તેણે સેવકને બોલાવીને તેને આમ કરવાનું કારણ પૂછયું તો સેવકે કહ્યું , "મહારાજ ! મૂર્તિઓ તો માટીની બનેલી હતી, તેણે કોઈક દિવસ તો તૂટવાનું જ હતું જેનાથી તૂટત તે મુત્યુદંડ પામત. મન તો મુત્યુદંડ મળી જ ચુક્યો હતો, તો મેં વિચાર્યું કે હું શું કામ બીજાનું જીવન ન બચાવી લઉ. આમાં કમ સે કમ એક જ વ્યક્તિ સજા પામશે પણ બીજી બે વ્યક્તિનું જીવન તો સુરક્ષિત રહીં જશે. આમ વિચારીને મેં બીજી બંને મૂર્તિઓ તોડી નાખી. "સેવકની વાત સાંભળીને રાજા ની આંખો ખૂલી ગઈ. તેમણે તરત જ સેવકની સજા માફ કરીને તેને ઉચ્ચ પદ પ્રદાન કરી દીધું
?બોધ. મિત્રો જીવનમાં જે બીજાનું સારું ઈચ્છે છે *નીસંદેહ* તેમનું સારું ભગવાન કરેછે

Gujarati Story by Sagar : 111203149
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now