Gujarati Quote in Blog by Chaitanya Joshi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દુનિયાના રંગમંચ પર સૌ પોતપોતાનું પાત્ર ભજવે છે
કોઈ ઉજાળે છે અવતાર તો કોઈ માનું દૂધ લજવે છે

કોઈ કદી કરી જાત મહેનત સફળતા હાંસલ કરે છે.
કોઈ પામે નિષ્ફળતા કેમકે ગ્રહગતિ એમને પજવે છે

જેવો જેનો રોલ એવી ભૂમિકા હોય અદા કરવાનીને
ધરી દ્રઢ મનોબળ કોઈ નિષ્ફળતાને કેવી હરાવે છે!

પડતી મુશ્કેલીઓને ફરિયાદ સર્વસામાન્ય થઈ ગયું ,
ઠોકરના પથ્થરને સીડી પથ્થર બનાવી આગળ ધપે છે.

સુખમાં છકી જવું દુઃખમાં હિંમત હારવી નબળાઈ છે
અનુકુળ થઈ પરિસ્થિતિને વિજય મેળવીને જંપે છે.

ચૈતન્ય જોષી ' દીપક ' પોરબંદર.

Gujarati Blog by Chaitanya Joshi : 111202037
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now