મારા પપ્પા
ભર ઉનાળે પણ સાયકલ ચલાવી રોજ ઘરે આવતા,
પોતે સાંજે ચાર વાગે ભલે જમે પણ અમારા માટે રોજ ફ્રૂટ લાવતા.
પપ્પાને નતો નવા કપડાંનો શોખ, નતો બહાર ખાવાનો શોખ,
છતાં અમારા શોખ ખાતર બહાર હરવા-ફરવા, જમવા લઇ જતાં.
પપ્પાએ ક્યારેય પોતાના દિલની પીડા અમને નતો કીધી કે ક્યારેય દેખાડી,
છતાં સદાય હસતા મોઢે અમારી હરએક ફરમાઈશ પૂરી કરતાં.
આજે અમે માઁ-બાપ બન્યા ત્યારે પપ્પા તમે સમજાયા,
કેટલા-કેટલા પોતાના શોખ પડતા મૂકી અમારા માટે સદાય બેસ્ટ કરતાં.
છેલ્લી ઘડીએ પણ મમ્મીને તમારી ચિંતા રહેતી હતી કે,
મારા ગયાં પછી કોણ તમારું બધું સાચવશે? સદાય હસતાં-હસતાં.
આજ અમને અમારી ફરજ સમજાઈ છે પપ્પા,
મમ્મી તો અમે ગુમાવી બેઠા પણ હવે તમને સાચવી લેશું અમે મળીને બધાં.
HAPPY FATHER 'S DAY❤❤
From-Your lovingly daughter meghna