તારો અને મારો આ અધુરો જે સંબંધ છે
માટે જ તો દિલ માં પ્રેમ હજી અકબંધ છે
હાથમાં હાથ લઈ ચાલ્યા'તા સ્વપ્ન સંગાથે
આ હાથ માં મારા કાયમની તારી સુગંધ છે
ઉલઝનો ખેરવી નાંખ તું સૂકા પર્ણ ની જેમ
અંતે આ પાનખર પછી તો રૂડી વસંત છે !
હસ્યા, રડ્યા, રૂઠ્યા, માન્યા, જમ્યા સાથે
તારી મારી એકમેક ની લાગણી અનંત છે
ના મળી શક્યા આ જન્મ માં તો શું થયું !
પ્રેમ તારો હજીયે આ હ્રદય માં જીવંત છે
મળે ફુરસદ જો ક્યારેય તને તો યાદ કરજે
રાહ નિહાળતી આંખો બહુ જ જ્વલંત છે
તારો અને મારો આ અધુરો જે સંબંધ છે
માટે જ તો નિલ માં પ્રેમ હજી અકબંધ છે
-નિલ