થોડાક પળોની મહેમાન
છે તું એય જિંદગી,ભરાઈ
ગયાં છે તારાં દિવસો એય
જિંદગી, કર્યાં હશે જો પાપ
તે જીવનમાં..!!,તો તણાયસ
એ પણ નક્કી,જો કરી હશે
થોડીક પણ મદદ તે કોઈની...
તો તણખલે પણ બચી જઈશ
તું જિંદગી,આ "વાયું"પણ
નહીં ઝુંકાવે તને,બાકી એક
ફૂંક પણ બખોડીએ બેસાડશે
તને જિંદગી...,જોઉં છું હું
અને તું પણ જો હવે બધું
કોણ કેટલું સાચું ઠરે છે ને
કોણ કેટલું ખોટું ઠરે છે અહીં,
સમય ઓછો છેને કામ બઉ
ઝાઝાં બાકી છે જીવનનાં...,
બે ઘડી હસી લેવાં દે મને બે
ઘડી થોડું હવે રડી લેવાં દે,
ક્યાં ખબર છે કાલની કોઈને
જો ખુલશે આંખ તો મુલાકાત
નહિતર લાંબી વિદાય થવાની.
-ખામોશી (રવિ નકુમ)
#khamoshi