આંબલાની એક ડાળી ફંટાઈને એવી ફાળી,
દીધી તાળી વસંતને આવ્યા આજ મોર રે,
છૂટી ગયું નાનપણ છવાયું છે શાણપણ,
વાન પણ જોબનનો કરે કલશોર રે,
નયનો નમી નિતારી પોંખે નજરું ઉતારી,
હાથ બે પ્રસારી કરે આલિંગન જોર રે,
ખળખળ ખળકતા નીર થયાં શાંત ધીર,
ક્ષીરનો પ્રવાહ ફૂટ્યો ઊગી નવી ભોર રે.
*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*