સર્વવ્યાપી ભ્રષ્ટાચારથી થાકી ગયો છું.
સત્યની વારંવાર હારથી થાકી ગયો છું.
થાય છે સજ્જનોની નામોશી સઘળે,
દૃષ્ટોના રોજ થતા પ્રહારથી થાકી ગયો છું.
સંસ્કૃતિ પડી ગઈ છે સાવ વિસારે રખે,
આચારે વિકૃતિના વિચારથી થાકી ગયો છું.
હિંસાહોળી રોજ ખેલાતી નૈન વરસતાં,
માનવતાની થતી સીમાપારથી થાકી ગયો છું.
વાત કરું છું પરસ્પર સ્નેહને સહકારની,
સ્વાર્થના સઘળે વ્યવહારથી થાકી ગયો છું.
ઇશ પણ બની મૂકપ્રેક્ષકને જોયા કરતો,
હસ્તક્ષેપ નથી કરતો લગારથી થાકી ગયો છું.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '