#કાવ્યોત્સવ ૨
વેદના વેઠી જન્મ દેતી, પોષતી તું મા.
લાડ કરતી, સ્નેહપૂંજથી ઓપતી તું મા.
હાલરડું એ બાળપણની મિરાત છે મા.
તારા ખોળે જીવનની નિરાંત છે મા.
કર સાહી ચલાવતી, છોડી સંભાળતી મા.
મુજથી પહેલા મુજને તું ઓળખતી મા.
પ્રેમરસથી નિત્ય ભોજન પોષતી તું મા.
મનની પીડાને સ્નેહથી શોષતી તું મા.
દુ:ખ સમયનો પહેલો પોકાર છે તું મા.
મારા અસ્તિત્વનો આધાર છે તું મા.
સ્મરણ તારું શક્તિ આપવા સમર્થ મા.
પ્રેમ, શિક્ષા, સંસ્કાર, તારા જ અર્થ મા.
ભુલ પર મારી જ્યારે ક્રોધ કરતી મા.
ત્યારે પણ અશ્રુઅમી તું ઝારતી મા.
કર તારો સૌથી મોટો આધાર છે મા.
સંકટ સમયે તું જ મારો મદાર છે મા.
બહુયત્ને પણ બિલકુલ ન સમજાતી મા....
મા બન્યા પછી મુજમાં જ અનુભવાતી મા.....