# Kavyotsav 2
“બંધ કર”
ફૂલ કૂણું ચૂંટવાનું બંધ કર
તું કળી ને તોડવાનું બંધ કર
નિર્ભયા રોજે બને નહિ કોઈ જો
આમ તેને મારવાનું બંધ કર
દેશને પિંખી રહ્યા છે બહારના
દેશ તું તો ભાંગવાનું બંધ કર
નાત રાજ્યો ધર્મના નામે અલગ
આમ જૂથો પાડવાનું બંધ કર
લાંચ રૂશવત સૌથી મોટા શત્રુ છે
તેની સામે હારવાનું બંધ કર
-શ્વેતા તલાટી