કશુંય ડરામણું નથી હોતું માત્ર વિચારો ડરામણા હોય છે... ભવિષ્ય ની કલ્પનાઓ અને ભૂતકાળની યાદો ..જેનું ખરેખર તો અસ્તિત્વ જ હોતું નથી.. પરંતુ એના ભાર તળે જ તો સૌ દબાઈ મરે છે... મનુષ્ય જે વિચારોથી ડરતો રહે છે એમાંની મોટા ભાગની ઘટનાઓ તો ક્યારેય બનતી જ હોતી નથી..પરંતુ આ ડર એને વર્તમાનના આનંદ ને પણ ખતમ કરી નાખે છે ..જેની પાસે વર્તમાન નથી હોતો.. એની પાસે આનંદ નથી હોતો... જેની પાસે આનંદ નથી હોતો એ વર્તમાનનની સુંદરતા ને જોઈ નથી શકતો.. જ્યારે જ્યારે જીવન નો ડર લાગ્યો છે ત્યારે માત્ર ને માત્ર એક જ ઉપાય કામ લાગ્યો છે અને એ છે વર્તમાન માં જીવવું.. પ્રવાસ લાંબો હોય તો સામાન ઓછો રાખવો... તોજ મોજથી ચાલી શકાશે...ભાર લઈને ચાલનારા વહેલા થાકે છે.. ને ક્યારેક ચાલી જ નથી શકતા..આપણે તો ચાલવું છે.. અને તે પણ મોજથી ..ખુશી આસપાસથી શોધી લઈને ..ક્ષણોમાં જીવી લઈને ..સૌને માફ કરીને ...મુક્ત થઈ ને....કારણ કે ઉંમર જ્યારે વધતી હોય છે ત્યારે ...ઘટતી પણ હોય છે... એ હમેશાં યાદ રાખવું....
--અમિત કુમાર