સવિતાકાકી અરિહંત શરણ પામ્યા એ નિમીત્તે પ્રાર્થના સભા હતી...
દિપકભાઈ શેઠ એમાં હાજર હતા..
પ્રાર્થનાસભા પછી જીવદયાની ટીપ માટે થાળી ફરતી ફરતી દિપકભાઇ પાસે આવી..
દિપકભાઇએ ખિસ્સા માં હાથ ફંફોશી દસ રૂપિયાની નોટ મૂકી દીધી..
ઘણી ભીડ અને ધક્કામુક્કી હોવા ના કારણે દિપકભાઇ નું ધ્યાન એના પર નહોતું ગયું કે 10ની નોટ સાવ જુની અને ફાટી ગયેલી છે...
ને એવા મા અચાનક પાછળવાળી મહિલાએ દિપકભાઇના ખભા પર હાથ મારી 2000₹ ની નોટ એમને આપી...
દિપકભાઇએ એ 2000₹ નોટ લઈ જીવદયાની થાળી મા મૂકી દીધી....
પછી દિપકભાઇના અંતરઆત્માને ઘણો સંકોચ થવા મંડ્યો ને બીજી તરફ મહિલા પ્રત્યે ઘણુ સન્માન પણ જાગ્યું !
અને મનોમંથન કરતા કહે...
"કે શું જીવદયા અને અનુકંપા છે !! 2000₹ !!
સાચે જ ધર્મશ્રદ્ધા નું કોઈ મૂલ્ય નથી હોતું"
બહાર નીકળતા મહિલા ને સપ્રેમ સન્માન સાથે નમન કરી આતુરતા થી પૂછયુ
"ધન્ય છો બેન ધન્ય છો !!
તમે જીવદયાની થાળી મા 2000₹ દાન કરી દીધા !!"
ત્યારે એ મહિલા એટલુ જ બોલી !!
"દિપકભાઈ.....
10₹ ની નોટ કાઢતા તમારા ખીસ્સા માં થી 2000₹ની નોટ પડી ગઇ હતી, મે તો એજ તમને પાછી આપી હતી ભાઇ."
"અરે તારી ભલી થાય, સવિતાકાકી જાતા જાતા 2000₹ પડાવતા ગયા !!