આજે બેન્કમાં થોડા કામથી જવાનું થયેલું..
હું જ્યાં ઉભી હતી ત્યાં.. મારી બાજુમાં 50-55 વર્ષની ઉંમરના એક કાકા ઉભેલા હતા.. એ બેન્ક વાળા ભાઈ સાથે કાંઈક વાત કરી રહ્યા હોય છે..હું એમની નજીક ઉભી હતી તેથી એમની વાતો થોડી વધુ સ્પષ્ટતાથી સંભળાતી હતી.. પેલા ભાઈ એ કાકાને કહ્યું.. "अंकल आपने ये गलत लिखा हे.. इसे ऎसे नहीं लिखना था।"
કાકાને જોઈને એવું ચોક્કસ પણે લાગી રહ્યું હતું કે એમને હિન્દી થોડુક ઓછું સમજાય છે... છતાં એમને પેલા ભાઈને કહ્યું.." केम ભઈ શું गलत हे।"
પેલો ભાઈ બોલ્યો.. "अंकल यहा आपका नाम नहीं आता यहा आप की जितनी राशि हे वो शब्द मे लिखनी हे। "
કાકાને એ ભાઈ બોલ્યો એમાં બહુ ઓછી ખબર પડી.. એ સામે કઈ રીતે ઉત્તર આપે એ દુવિધામાં પડી ગયા..અને "થોડી વારમાં आवता हू" કહી ને દૂર જઈ ને કોઈની મદદ માંગવા માટે ઉભા રહ્યા..
હું આ બધું જ સાંભળતી હતી.. પછી પેલા ભાઈ પાસે ગઈ અને કહ્યું.." ભાઈ તમને ગુજરાતી ભાષામાં વાત કરતા ફાવશે?? "
એ બોલ્યા" હા બોલો શું કામ છે"
મેં કહ્યું આ કાકાને હિન્દી ભાષામાં વાત કરતા નથી ફાવતું.. અને અહીં બધાં જ હિન્દીમાં વાત કરે છે.. તમે એમને સમજાવી શકશો કે એમની શું ભૂલ છે??"
એ બોલ્યા" હા જરૂર"
પછી એ કાકાનું કામ માત્ર ગુજરાતી ભાષાના કારણે પૂરું થઈ ગયું..
હું એ કાકા પાસે ગઈ અને કહ્યું.. "કાકા આપણે ગુજરાતી છીએ અને ગુજરાતમાં જ રહીએ છીએ.. એ લોકો બીજા રાજ્યોમાંથી આપણા અહીં આવે છે રોજી માટે.. એમના કારણે આપણે આપણી માતૃભાષા શું કામ છોડવી..!!!
એ લોકો ગુજરાતમાં આવીને ગુજરાતી નથી બોલતા એ એમની માતૃભાષા ને જ વળગી રહે છે.. અને આપણે એમનું અનુકરણ કરીએ છીએ.. એવું શું કામ કરવું..!! આપણે પણ આપણી માતૃભાષાને ના જ છોડવી જોઈએ... જો બદલાવું હોય તો એ લોકો બદલાય.. જેટલી જરૂર આપણે એમની છે .. એટલી જ એમને પણ આપણી જરૂર છે..તો બને એટલો એવો આગ્રહ રાખો કે ગુજરાતીમાં જ વાત કરીએ "..
કાકા ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા..." ખરેખર આવું તો મેં ક્યારેય વિચાર્યું જ નથી હું પણ બધાની જેમ અનુકરણ કરતો હતો... પણ હવે હું આવી જગ્યાઓ પર ગુજરાતી બોલવાનો જ બોલીશ.. અને સામે વાળાને પણ બોલાવીશ"
બધાને તો નહીં પણ આમ એકાદ જણને પણ ગુજરાતીનું મહત્વ સમજાવીએ ને તો કદાચ આપણી ગુજરાતી ICU માં જતી અટકી જશે...
આ આજની જ સત્ય ઘટના છે.. આજે ખુશી જ કાંઈક અલગ થઈ રહી છે કેમકે.. હજી પણ ગુજરાતી જીવી રહી છે લોકોના હૃદયમાં.. ☺
- હીર