પ્રિય
મને ક્રશ કહેનારી છોકરી....
આટલો પ્રમાણિક પત્ર ! મેં વિચાર્યું નહોતું કે કોઈ છોકરી મને આટલો પ્રમાણિક પત્ર લખશે... તને વિચાર આવતો હશે ને કે મને કેમ ખબર પડી કે તે આ પત્ર મને જ લખ્યો છે... !? પણ ખબર નહીં મને ખબર પડી ગઈ કે તે આ પત્ર મારા માટેજ લખ્યો છે... હું ખડૂસ નથી ..કે નથી તને ઇગ્નોર કરતો... બસ મને આ છોકરીઓથી થોડીક બીક લાગે... કે તું મારા વિશે બધું જાણી જઈશ તો હું તારો ક્રશ નહીં રહુ .... કદાચ તું મારી કહેલી વાતોનો ઉપહાસ કરીશ તો? પણ તારો ઓપન લેટર વાંચ્યા પછી મને ખાતરી છે કે તારાથી ડરવાની મારે કોઈ જ જરૂર નથી.. ! તને મારી પાસે થી કોઈ અપેક્ષા નથી એ વાત હું સમજી જ ગયો છું..
તારી માફી ઈચ્છું છું... તારું ધોધમાર લાગણીઓ માં હું કેમ ના પલળ્યો એ વાત મને હજુ સમજાતી નથી... તું મારા કરતાં ખૂબ અલગ છે.. સાવ નિર્દોષ પ્રમાણિક ...ને એમાંય ફિલોસોફર...! તારી નિર્દોષ વાતો મારા હ્ર્દયને અનેક વાર સ્પર્શી ચુકી છે... તને શું લાગે છે .... મારા હજારો ફોલોઅર્સ ની સ્ટોરી બાજુ પર મૂકી ને હું તારી સ્ટોરી શા માટે પહેલા જોવ છું... દરવખતે તારી ફ્રીઝ થેયલી સ્માઈલ નીરખ્યા કરું છું... તારા હોઠ ના ખૂણામાં પડતા એ ડિમ્પલ ..! મને ખબર નથી કે તને કેટલા લોકો એ કહ્યું હશે કે તારું સ્મિત ખૂબ સુંદર છે... પણ એમનો એક મને પણ ગણી લેજે... તારી ભાષા વાંચ્યા બાદ હું એટલો અંદાજો લગાવી શકું કે તું ખૂબ વાંચતી હશે..ત્યારે જ આવા સરસ શબ્દો લખી જાણતી હશે....
તારો અવાજ પણ ખૂબ મીઠો છે. .... બધું લખવા બેસીશ તો શબ્દો ખૂટી પડશે કદાચ....!
તું મને નીરખ્યા કરે છે.. તો હું પણ તને નીરખ્યા કરું છું... નિર્જીવ સ્ક્રિનમાં ....તારાથી ખૂબ દૂર ....! તને મેં જોય હશે ક્યારેક પણ મને યાદ નથી કે તું કેવી દેખાય છે . પણ તારા ડીપી પર થી એક અંદાજો લગાવી શકું કે તું.. ખૂબ ક્યુટ લાગે છે...!
તને મારા થી કોઈ અપેક્ષા નથી પણ મને તો છે હો!... આટલી પ્રેમાળ અને પ્રમાણિક છોકરી મારી દોસ્ત બને એનાથી સારું બીજું શું હોય શકે!?
મારો દોસ્તીનો પ્રસ્તાવ સ્વીકારીશ ને?તારા જવાબ ની રાહ જોઇશ...
લી...
તારો ક્રશ!