#KAVYOTSAV -2
#"સંભારણું"(માધવ સાથે મારાં મિલનનું)
આનંદે હિલોળાય એવું મારું આ સંભારણું,
આપણાં મિલનનો ઉત્સવ થઈ ગયો.
જોયો તો તનેં મેં ખાલી મંદિરો માં ઊભેલો આમ,
આજે તો તું મારાં હ્રદયે રાજ કરતો થઈ ગયો.
સંભારણા માં તું અને હું હતા ખરેખર અજનબી,
હકીકતે આજ તું મારાં માં જીવતો થઈ ગયો.
ખટપટ આપણાં બેવની સુંદર સંભારણે જડાઈ,
નિસ્વાર્થ તું આજ મારાં માં શ્વસતો થઈ ગયો.
માંગણીઓનાં મસ મોટી યાદીઓ હતી એ સંભારણે,
મારાં હ્રદય નાં બારણે આંટાફેરા તું કરતો થઈ ગયો.
માફ કરતાં તો તનેં આવડતું પણ છતાં તનેં હું કોસતી,
વણબોલાયેલા મારાં શબ્દોની તું આજે સમજણ થઈ ગયો.
નવા પ્રણય ની નવી શરુઆત સપ્તપદી નાં કેવા સંગાથ,
સૃષ્ટી નાં સાંન્નિધ્ય માં તું મનેં મળતો થઈ ગયો..
મારી ઈરછાનું ખુલેલું એક બારણું
આજે બન્યું માધવ અને મીસ. મીરાં નાં
પ્રણય નું મીઠું સંભારણું.
મીસ. મીરાં