#kavyotsav -2
"જિંદગી"
જિંદગી એટલે...
પળ પળ માં સર્જાતું અલૌકિક આશ્ચર્ય,
આશાઓ અને સપનાઓ વચ્ચે નું ગૂઢ રહસ્ય,
સુખો અને દુઃખો વચ્ચે રચાતો અનોખો સમન્વય,
ક્યારેક રુદન ની વેદનાં તો ક્યારેક હાસ્ય ની લહેર,
ક્યારેક સફળતા નો ઉજાસ તો ક્યારેક નિરાશા નો અંધકાર.
જિંદગી એટલે...
ઢગલાબંધ અપેક્ષાઓ અને સંતોષ ના સથવારે
ભાગ્યને ભરોસે રોજ રોજ ગુથાતો મન નો માળો.
અતીત ના દર્પણ થી સર્જાતા ભવિષ્ય નાં વિચારો,
ક્યારેક ખુદ ની મોજ તો ક્યારેક કોઈક ની યાદો,
ક્યારેક ફરિયાદોનો મેળો તો ક્યારેક સમજણ ની વાતો.
જિંદગી એટલે...
શ્વાસ અને વિશ્વાસ વચ્ચે ચાલતી રમત,
સત્ય અને વહેમો વચ્ચે અટવાયેલા મન ની ગમ્મત.
ક્યારેક ગુસ્સા નો દરિયો તો ક્યારેક સ્નેહ નું ઝરણું,
ક્યારેક નફરત ની સાંકળો તો ક્યારેક ઉર્મિઓ ના વાદળો.
જિંદગી એટલે...
હજારો સવાલો વચ્ચે મળતો એક મનગમતો જવાબ.
ક્યારેક શબ્દો ની માયાજાળ તો ક્યારેક મૌન નો સંવાદ.
ક્યારેક સંબંધો ની મીઠાશ તો ક્યારેક તકરાર નો અવાજ.
અંતે, જન્મ અને મૃત્યુ વચ્ચે બનતો સરગમ નો નાદ.
-Bansari Modha.