Megha- માતૃભાષા.
#KAVYOTSAV -2
પ્રભુ તારી રચના એ તો કમાલ કરી દીધી!!-(૨)
બનાવી હદય જોડવાનું ભૂલી ગયો તું, -(૨)
એક ક્લિક કરી ને લાંબી કતાર કરી દીધી.
પ્રભુ તારી રચના એ કમાલ કરી દીધી!
લાગણીઓ હવે ગૂંગળાઈ ગઈ ને,
સ્માઇલી હવે જવાં થઈ ગઈ.
પ્રભુ તારી રચના એ કમાલ કરી દીધી.....
શબ્દો સ્પર્શી જતાં હતાં, અંતરમનને, -૨)
અંગુઠા એ બાઝી મારી લીધી.
પ્રભુ તારી રચનાં એ તો કમાલ કરી દીધી!
હરખ શોકમાં સાચો આંકડો હતો, ક્યારેક, -(૨)
અેફ બી, ટ્વીટર, ઇન્સ્ટાએ તો ધમાલ કરી દીધી.
પ્રભુ તારી રચના એ તો કમાલ કરી દીધી!
પ્રભુ.....
મેઘા....✍