કોઈને   મારવા   નહીં    આવે,
કોઈને   તારવા   નહીં    આવે.

ઘોર  કળિયુગ નખોદ વળશે,ને-
કોઈ   ઉગારવા   નહીં    આવે.

આવશે   રામ  કે  નહીં   સીતા,
દશ  મુખી  હારવા  નહીં  આવે.

ના  રહ્યા  દેવકી  હવે   વસુદેવ,
કૃષ્ણ  અવતારવા  નહીં   આવે.

ક્યાંય ગોવાળ ને  નથી  ગોકુળ;
કૃષ્ણ  ગૌ  ચારવા  નહીં  આવે.

ભક્ત પ્રહલાદ છો  હવે  સળગે,
વિષ્ણુ પણ  ઠારવા  નહીં આવે.

ના   વલોણાં  રહ્યા  હવે  ગોપી-
નોની   ઉતારવા    નહીં   આવે.

-અશોક વાવડીયા

*નોની= માખણ,નવનીત
છંદ= ખફીફ બહર નો ૧૭ માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા લગાલગા ગા ગા
અરબી શબ્દો
ફાઈલાતુન મફાઈલુન ફઅલુન

Gujarati Poem by Ashok Vavadiya : 111164704

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now