#kavyotsav2
કંઇક તો કરવું પડશે:
કંઇક પામવા કંઇક તો કરવું પડશે
આગળ વધવા જરાક સળવળવું પડશે
એષણા ઓ એ ખરવું પડશે
ઈશ ને કરગરવું પડશે
નામ સ્મરણ નો મોતિચારો ચરવું પડશે
અહમ શું ઓગળતા જરા ચચરવું પડશે
શુધ્ધ મન પ્રભુ ચરણે ધરવું પડશે
અમૃત ના સંતાન ને ઉછરવું પડશે
અને ઉછરતા શિશુ ને ટળવાળવું, રઝલવું,
ફરવું,ડરવું અને છેવટે ઠરવું પડશે
પ્રભુ ની પુંજી માટે રળવું પડશે
વીજળી ને ચમકારે મોતીડાં પરોવતા જરા રણઝણવુ પડશે
કંઇક પામવા કંઇક તો કરવું જ પડશે
samta rajyaguru