જિંદગી પૂરી થવામાં આ છે સ્ટેશન એક છેલ્લું,
છે અધૂરા કામ જાણી દોટ ગડગડતી ય મેલું.
હોય મોઢામોઢ કીધી તોય નિકળે એક અફવા,
એટલે આગ્રહ રાખું વાંચવું કાગળ લખેલું.
આય મારું, હાય મારું, વેડફી નાખ્યું જીવનને;
ત્યારથી માળા જપે છે, જ્યારથી વશનું ગયેલું.
છેક જાતી જિંદગીએ પુણ્ય કરવા નીકળે એ,
સ્વર્ગની લાલચ હતી ને ઈશ ચરણનું પાછું ધેલું.
સ્વજનો ભેળા થયા છે,યમનું પણ આવ્યું છે તેડું;
જીવલો ચિંતન કરે છે, શે મરણને આઘું ઠેલું.!
-અશોક વાવડીયા
છંદ= રમલ બહર નો ૨૮ માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગાગા
અરબી શબ્દો
ફાઈલાતુન,ફાઈલાતુન,ફાઈલાતુન,ફાઈલાતુન