કોણ કહે છે પ્રેમ એક વાર જ થાય.....
તું આંખ પલકાવે તોય મને પ્રેમ થાય છે .....
આછેરી મુસ્કાન રેલાવે તોય મને પ્રેમ થાય છે.....
તારી આગળી ઓ જયારે મને સ્પર્શ તોય મને પ્રેમ થાય છે..
નજર એક થતા જ પડતા શરમ ના શેરડાઓ જોઉં તોય મને પ્રેમ થાય છે.....
ગટ ગટ ગટ થતું પાણી જયારે તારા ગળા માંથી પસાર થાય તોય મને પ્રેમ થાય છે.....
ઊંઘતા તારા ચેહરા પર ઊડતી શેતાની લટ જોઉં તોય મને પ્રેમ થાય છે.....
સાલું ખબર પડતી નથી કે આવું કોને કહીંયુ.....
પ્રેમ એક વાર જ થાય છે.....
તને હું જોઉં એટલી વાર મને પ્રેમ થાય છે.....
-- અમિત કુમાર