ગઝલ
#કાવ્યોત્સવ_૨
#Kavyotsav_2
આધ્યાત્મિક
એ શબ્દો મહીં આમ અક્ષરને ભાળું
કે માનવ મહીં જાણે ઈશ્વરને ભાળું
રે ઉત્સવ અહીં માણસાઈ કેરો આ
સખી મારે બારણે એ અવસર ને ભાળું
નિત્ય સારા કર્મો ને રાખી કમાણી
મનોમન પ્રભુ આજ આત્મા ને ભાળું
એ અંતરે તમારા જગાવી પ્રશ્નો આ
કે ભીતરે રહી મૌન ઉત્તર ને ભાળું
રે સાક્ષી 'સહજ' આ બન્યું આભ આખું
અડીખમ જે ઊભા એ લશ્કર ને ભાળું
ડો.સેજલ દેસાઈ
સુરત