#KAVYOTSAV -2
#મધુરપ તારાં આ પ્રેમની..... "
મધુરપ તારાં આ પરમ પ્રેમની,
મારાં યૌવન પર હજી ઉતરી પણ નથી,
શાને કહે છે તું મારાં વ્હાલાં,
કે તારે નેં મારે દોસ્તી નથી.
મધુરપ તારાં અલૌકિક અસ્તિત્વ ની,
મુજમાં હજી બરાબર ઓગળી પણ નથી,
શાને કહે છે તું મારાં સ્નેહ,
કે તારાં નેં મારાં વચ્ચે અખંડ એ પ્રીત નથી.
મધુરપ તારાં એ અમસ્તાં આલીંગનની
મારાં અહેસાસે બરાબર હજી ભળી પણ નથી,
શાને કહે છે તું મારાં મીત,
કે તારાં નેં મારાં વચ્ચે શ્વાસો ની એક આશ નથી.
મધુરપ તારી એ લાગણીઓ ની,
મારાં આવિર્ભાવ નેં બરાબર હજી પચી નથી,
શાને કહે છે તું મારાં પ્રિયતમ,
કે તારાં ને મારાં વચ્ચે અલ્લડ એ અપેક્ષા નથી.
મધુર મધુર મૃદુતા તારી એ વાણીની ની,
મારાં સંવેદને હજી બરાબર સ્પર્શી પણ નથી,
શાને કહે છે તું મારાં વ્હાલમ્,
કે તારાં અને મારાં સંબંધો માં ખરેખર કોઈ હૂંફ નથી.
આપણાં બંનેની મધુર માનવતા,
મારાં સમજણનેં હજી બરાબર જામી પણ નથી,
શાને કહે છે તું મારાં માધવ,
આપણાં બંને સંબંધો માં એકબીજા માં ઓતપ્રોત નથી.
મીસ. મીરાં