મોબાઈલ દ્વારા પ્રેમાભિવ્યકિત -'કોણે કરી?'
ઘાવની કાળાક્ષરી કોણે કરી?
ભાવની બારાક્ષરી કોણે કરી?
આ બધી ભેગી કરી લે લાગણી!
લાગણીને સાક્ષરી કોણે કરી?
અેક કૂણી વાત મેસેજે લખી,
પ્રીતની ટૂંકાક્ષરી કોણે કરી?
વાત થવી જોઇએ સંવાદમાં!
પ્રેમની અલ્પાક્ષરી કોણે કરી?
પ્રેમ પ્રેમી દાખવે કૈં ગીતથી!
ગીતની અંતાક્ષરી કોણે કરી?
ફોન છાપે ઝૂરતી સંવેદના !
આ વ્યથા, પોથાક્ષરી કોણે કરી?
રાશિને લોકો કહે છે' કોયડો',
મા, મને નામાક્ષરી કોણે કરી?
-- અમિત કુમાર