હા હું એક સ્ત્રી છું,
ભાવના, સમર્પણ, પ્યાર, વિશ્વાસ અને લાગણી થી ભરેલું મારુ જીવન,
દરેક સંબંધ મારાથી જોડાયેલો છે.. છતાં ય હું એકલી છું,
મારા જીવનમાં થોડો તડકો પણ છે અને થોડો છાંયો ય છે...
દુનિયા એ આપેલા બધા બંધન, બધા સંબંધ નિભાવતા નિભાવતા પોતાના જ પ્રતિબિંબ થી અળગી થઈ ગઈ છું કદાચ...
કર્તવ્યો અને ફરજ ની કેડી પર ચાલતા ચાલતા મારી પોતાની ખુશીઓ, મારા સ્વપ્નાઓ અને મારી અપેક્ષાઓ ને ખૂબ પાછળ છોડી દઈને હંમેશા બીજા ની ખુશીઓ ને સંભાળતી રહી....બીજા ના સ્વપ્નાઓ પુરા કરતી રહી.. બીજા ની અપેક્ષાઓને માન આપતી રહી...
ખુદ ની તસ્વીર મેં બેરંગ રાખી ને બીજા ના ચિત્ર માં ...બીજા ના સ્વપ્ન માં રંગ ભરતી રહી..
"પલ"પલ "યાદો" ની અટારી એ થી દિલ એક જ સવાલ પૂછે છે મને હવે...
"શુ રંગ છે તારા જીવન નો ?"