કિંમત નથી તેની કિંમત નથી.
કિંમતી કંચન ચળકયે જાયે
મૂલ્ય તેનું સહુને સમજાયે.
હવા પાણીનું મોલ નથી
તો તેની કોઈને કિંમત નથી.
ઊર્મિ કેરાં નીર વહે છે
ઉરનાં ઊંડાણ ફાડી ને
ઝીલણહારા એમ જ ઝીલે
લાગણી ઘણી, એની કિંમત નથી.
સુંદર કાયા કિરતારે આપી
આપ્યો વિરલ માનવ જન્મ
અંગે અંગ ચાલે ચલાવે
જાય ત્યાં સુધી કિંમત નથી.
ઉત્તમ વિચાર ઉત્તમ વાણી
વહેતી કુદરત કૃપા ન્યારી
ઉપયોગ વિના છે જાય વહી
કેમ કે જાણમાં કિંમત નથી.
મુક્તિની હવા સ્વતંત્ર થવા
જે દેશમાં આપ વિહારો છો
પરતંત્રતા કે બંધન ના જોયાં
સ્વાધીનતા શુ એ કિંમત નથી.
કરી જુઓ મુલ અભરે ભરેલા
આ ભંડારનાં, હિંમત નથી
કિંમત શી મુકવી સુલભ ચીજોની,
જેની 'કિંમત ' નથી તેની કિંમત નથી.
-સુનીલ અંજારીઆ