#kavyotsav2
તું અને હું..
તું એટલે...
મારા માટે બારેમાસ તારી
આંખોમાં છલકાતો પ્રેમ.
હું એટલે...
તારી આંખોમાં રહેલી નમી ને
દૂર કરવાની ચાહત.
તું એટલે...
ઈશ્વર પાસે વારંવાર મારા
માટે દુઆ કરનાર.
હું એટલે...
મારી પ્રાર્થના માં તારી સલામતી
માટે કરેલ માંગણી.
તું એટલે...
મારા માટે મારા જીવવાની
એક માત્ર વજહ.
હું એટલે...
તારા સાથ વગર એક
ડગલું પણ ન ભરનાર.
- આશા (ઈચ્છા)