Gujarati Quote in Poem by Krishnansh Radhe

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

------ કન્યા વિદાય -----

અહીં એક સાથે બેય આંખો નિતરે,

એક આંખે ઊના આંસુ, એક આંખે ટાઢા છે ને,
ચારેકોર બેઠુ છે ચોમાસું.
આંખ મારી અશ્રુઓથી ધુંધળી થાય છે ને,
દ્રશ્ય પડઘાય છે આછું,

હવે સર્જનહાર એ સમજાવને, આ તો કેવુંયે ચિતર તું ચિતરે,
એક સાથે બેય આંખો નિતરે,

એક બાજુ ઘર વસે છે, એક બાજુ ઘર છુટે ને,
આ તે કેવો છે હરખ-શોક?
મન મારૂ એક ક્ષણે આનંદિત થાય છે ને,
એક ક્ષણ મુકે છે એ પોક,

આવી બેધારી કેવી અનુભુતિ છે, મને સમજ ના'વે મારે ભિતરે,
એક સાથે બેય આંખો નિતરે.

- કૃષ્ણાંશ રાધે
#કાવ્યોત્સવ

Gujarati Poem by Krishnansh Radhe : 111163045
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now