poem for #kavyotsav -2
"એક સુંદર સ્વપ્ન"
સુંદર એક દિવસ હતો અને એથીય અદ્ભુત એ રાત,
શબ્દોમાં ન વર્ણવી શકાય એવી અનોખી યાદ.
મન માં સમાયેલી એ ક્ષણો નો સાગર જેવડો હરખ,
જાણે રાત ઓઢીને આવી 'તી ચાંદી નો ખૂબસૂરત વરખ.
ફૂલગુલાબી એ મોસમમાં આભ નાં તારલાઓ ની સાથે,
વૃક્ષો પણ ઝૂમી રહ્યા હતા એ સરગમ ને સંગાથે.
આમ તો અવાજો અનેક હતા પણ સર્વે શૂન્યમનસ્ક છવાયું,
જ્યારે એક આહ્લાદક ધ્વનિ એ હળવેથી મધુર ગીત રેલાવ્યું.
જાણે આજે નયનો ની સમક્ષ એક સુંદર શમણું રચાયું.
મુખ પર એક અજબ નૂર ને આંખો માં હતું એક સ્મિત,
ઝરણાં ની જેમ ખળ ખળ વહેતું એક અલૌકિક સંગીત.
ને પછી એ સ્પર્શતા પવન માં મનગમતી મુસ્કાન હતી,
જાણે આજે સુરો સાંભળી કુદરત પણ મહેરબાન હતી.
નિહાળી રહેલા ચહેરાઓ પર નીરવ શાંતિ વર્તાતી 'તી,
જાણે દિવાનાં કોડિયાં માં બેસી આખી રાત છલકાતી 'તી.
એવું થાય કે કવિ ની કલમે કદાચ શબ્દો નું આલેખન ખૂટે,
પણ મૈત્રી નો આ મહેકતો સંબંધ હૃદય થી ક્યારેય ના તૂટે.
નાજુક મન ની સાદગી સાથે રહસ્યમય વાતોનો ખજાનો જડે,
જ્યારે કાન્હા ની એ સરગમ માં "બંસરી" ના સાત સુરો ભળે.
મન માં એવું થાય કે મોરપિચ્છ જેવી આ રંગીન પળો રોજ રોજ ક્યાં મળે??
- Bansari Modha.