...#... માતૃભારતીના દરેક ભાઇ બહેનને જાહેર અપીલ...#...

.....અંત અને સબક અનિવાર્ય છે હવે તો....
...... "નપાવટ ફેક "એકાઉન્ટ્સ"નો....

આજે ઘણી બધી બહેનો પર આ એપના ઇનબોક્ષમાં બળાત્કાર( મરજી વિરુદ્ધ બળપૂર્વકનો અત્યાચાર)થઇ રહ્યો છે.
અને પોતાને કંઈ કરી શકવા અસમર્થ માની કે પછી આવા હરામીઓ(જાનવર નહીં કહું નહિતર જાનવરોનું અપમાન કર્યું ગણાશે)સામે "આંખ આડા કાન" કરી સમસમીને બેસી જાય છે...પણ મારી યોગમાયાઓ તમે તો વિશ્વનો આધાર છો... મહાકાળી,રણચંડી છો...શક્તિનું ઉદ્ગમ સ્થાન છો...થાઓ નવદુર્ગા એક અને હણી નાખો આવા દૈત્યોને અને કરો સૌનો ફરી એકવાર ઉદ્ધાર...

આપણા પરિવારની બે સાહસી બહેનો...
૧) મીંરા પટેલ...
૨) સોનાલી જૈન...

જેમણે હિંમત દાખવીને "અમીત ચૌધરી" તરફથી પોતાને આ પરિવારમાં"ઇનબોક્ષ"પર થયેલી કનડગત અને અભદ્ર વ્યવહાર વિશે પોસ્ટ મૂકી છે...
આ એપ એક એપ ના હોઇ,એક પરિવારની અનુભૂતિ કરાવે છે આપણને...હું જ્યારથી અહિંયા આવ્યો છું ત્યારથી જાણે એક નવી જન્મેલી દુનિયામાં,નવો અવતાર લઇને આવ્યો હોઉં એવો એહસાસ મને થયો છે...કેટલાય મિત્રો,સખીઓ,બહેનો,ભાઇઓએ અવિરત મને નિ:સ્વાર્થ પ્રેમ ધારામાં તરબોળ રાખ્યો છે...
કોઇ મોટાભાઇ કહે,કોઇ વડીલ કહે,અરે કોઇ તો મહાદેવના આ તુચ્છ ભક્તને જ મહાદેવ કહે છે....આ પરિવારનો મોભી કહે છે...આટલો નિખાલસ પ્રેમ...!એ તો અહિંયા જ મળે હો...
પરંતુ દરેક સમય અને સ્થાન પર હંમેશા બે પક્ષ રહેતા હોય છે...જે સમયે આપણે ખુશ છિયે,એ જ સમયે કોઇ દુખી પણ છે....બધાં સારા છે,તો અમૂક દૂષિત માનસિકતાવાળા નરાધમો પણ છે...અને આ પરિવાર એ આપણું ખુલ્લું પ્રાંગણ છે...પણ આવા દૂષણ આપણાં આંગણાંમાં પ્રવેશ ના કરે અને કરે તો એને પાઠ ભણાવીને ઠેકાણે પાડવાની જવાબદારી એક મોભી તરીકે મારી પણ છે...અને એમાં આપણા પરિવારના દરેકે દરેક સભ્યની મારે એટલી જ જરુર પણ છે...આ સમસ્યા આપણા પરિવારની છે તો એનો સામનો પણ આપણે સાથે મળીને જ કરવો રહ્યો મિત્રો....
જેવી રીતે આપણે ભૂતકાળમાં એકજૂઠ થઇ પેલા"ફકિર બાબા"અને"સુલતાન મિર્ઝાં"જેવા ફેક એકાઉન્ટ્સ ધારકોને સાથે મળીને પાઠ ભણાવી ભગાડી મૂક્યા હતા,એવી જ રીતે આજે જેટલા પણ આવા હરામી " અમિત ચૌધરી"(કે બીજા પણ કોઇ)છે એમને ભગાડી ના મૂકતાં હવે એમનો નાશ જ કરી નાખવા પડશે...અને મને આપણો આખો માતૃભારતી પરિવાર એકજૂઠ જોઇએ છે...
હવે કરવાનું છે શું...?
મોસ્ટ ટ્રેંડિંગની ઉપરની તરફ ડાબી બાજુએ ત્રણ રેખાઓ છે,એના પર ક્લિક કરો તો આપણી પ્રોફાઇલ દર્શાવતું અને લોગઆઉટ માટેનું પેજ સામે આવશે...એમાં ૬ ઓપ્શન છે,
૧) મૂળ સ્થાને.
૨) ભાષા પસંદગી.
૩) મંતવ્યો.
૪) કાયદાકીય.
૫) એપ ને રેટિંગ આપો.
૬) લોગ આઉટ.
હવે આમાં ત્રીજા ઓપ્શન "મંતવ્યો " પર ક્લિક કરો,એમાં આપને તમારું નામ અને મેઇલ આઇ. ડી. અને આપનો ફોન નંબર દેખાશે.
એની નીચે "તમારા મંતવ્યો "માં નીચે આપેલી કમ્પ્લેઇન કોપી-પેસ્ટ કરી મોકલી દો...ઓછામાં ઓછી ૨૦ કમ્પ્લેઇન તો હોવી જ જોઇએ...

....#.... કમ્પ્લેઇન....#....
"અમિત ચૌધરી "એ ઓનલાઇન એપના ઇનબોક્ષમાં બહેન દિકરીઓ સાથે કરેલી અશ્લીલ હરકત વિરુદ્ધ સાઇબર ક્રાઇમ કરવા બદલ ગુજરાત સાઇબર ક્રાઇમ પોલીસખાતામાં કમ્પ્લેઇન કરવામાં આવે...અને આ બાબતે કડક પગલાં લેવામાં આવે...આ જવાબદારી માતૃભારતીના સંચાલકોની છે કે તેઓ બહેન દિકરીઓને આવી પરિસ્થિતિનો સામનો ના કરવો પડે એનું ધ્યાન રાખે...
આ એપ આપણો પરિવાર છે,અને આ પરિવારની બહેન દિકરીઓ અબળા નથી,જગદંબા છે.જે એક હાથે આશિષ આપે છે તો બીજા હાથે"વધ"પણ કરી જાણે છે...

.........#........#.........#.......

બધાં આ કમ્પ્લેઇન મૂકીને મને કમેન્ટબોક્ષમાં કહો કે
" મિસાઈલ છોડી દીધી"...
પછી જુઓ શું વલે થાય છે આવા નરાધમોની...

જય ભોળાનાથ...
હર હર મહાદેવ....હર...

Gujarati Blog by Kamlesh : 111160987
Neel Patel 8 year ago

Mara khyal pramane.. Block nu feature hovu joi ae.. Jem fb insta ma hoi chhe.. Block means block.. Koi j prakar no contact na kari sake.. Na like na cmnt na ib.... That's it..

Kamlesh 8 year ago

હા નમ્રતાજી.... એ વખતે કડક પગલાં લેવા.... જતું તો કરવાનું જ નહીં...

Kamlesh 8 year ago

સાવ સાચું બિંદિંયાજી....

Namrata Kansara 8 year ago

હું ઇનબોક્ષ યુઝ કરી ચૂકી... બિલકુલ અલગ અનુભૂતિ નથી મારી માટે કમલેશભાઈ...? અરે સાચા હોય... એણે કોઇ પણ સુવિધા અપનાવવી જોઈએ... ખોટી વ્યક્તિ એની હરકતો પરથી જ જણાઇ આવે... ત્યારે પગલાં લેવાં...

Bindiya 8 year ago

એજ તો.. તમે કોઇનું લખાણ કોમેન્ટ માં પણ વખાણી જ શકો. એના માટે ઇનબોકસ કરવાની જરૂર નથી. હા નમ્રતાજી એ કહ્યુ એ મુજબ ઘણી વખત કોઈ જેન્યુઈન રીઝન થી પણ ઇનબોકસ મેસેજ આવતાં હોય છે. બહુબધાં લોકો છે જે ફકત વાંચે છે.પોસ્ટ નથી મુકતાં એમને ઇનબોકસ ફેસેલીટી મળવી જ ન જોઇએ અથવાતો ખાલી રાઇટર્સ માટે જ ઇનબોકસ હોવું જોઈએ .

Namrata Kansara 8 year ago

I don't know કમલેશભાઈ... એ તો ઇનબોક્સ યુઝ કરનારને ખબર...?

Kamlesh 8 year ago

લખાણના વખાણતો કમેન્ટસમાં પણ થતા જ હતા ને...? તો પર્સનલી ઇનબોક્ષમાં જઇને વખાણ કરવાથી શું કોઇ અલગ અનુભૂતિ થશે વખાણ કરનારને કે સાંભળનારને...???

Namrata Kansara 8 year ago

કમલેશભાઈ, ઇનબોક્ષમાં લખાણના વખાણ કરનાર પણ હોય અને તમારા વખાણ કરનાર પણ(કનડગત) ઇનબોક્ષ કાઢવું એ કંઈ હલ નથી. ચર્ચા કરતાં પહેલાં વ્યક્તિ ખબર પડી જાય કમલેશભાઈ... માતૃભારતી પર એ વ્યક્તિની એપ્લિકેશન કરી શકાય... બીજું કંઈ મળીને વિચારવું પડે...

Kamlesh 8 year ago

સત્ય વચન નમ્રતાજી...

Kamlesh 8 year ago

સાચી વાત છે જયદિપભાઈ...

Kamlesh 8 year ago

હા બિંદિંયાજી...ખરેખર અહિયાં દુરુપયોગ થઇ રહ્યો છે... અને સાથે સાથે કનડગત પણ... આપણે સૌ એ સાથે મળીને ઇનબોક્ષ જ કાઢી નાખવા અપીલ કરવી જોઇએ... જેની અહિયાં કોઇ જરુર જ નથી.... અને હવેથી કોઇને ઇગ્નોર ના કરતાં એ લોકોને જાહેર કરો અને પાઠ ભણાવી ભગાડી મૂકો... જુલમ કરનાર કરતાં એ સહન કરનાર મોટો ગુનેગાર છે.... પોતાને એકલા ના માનતાં બધા સાથે છિયે એમ જાણી પ્રતિઉત્તર આપો....

Kamlesh 8 year ago

હા નાનકા...ખરેખર અહિયાં ઇનબોક્ષની જરુર જ નથી....

Kamlesh 8 year ago

જય ભોળાનાથ ભાવેશ ભાઇ...ખુબ ખુબ આભાર આપનો...

Kamlesh 8 year ago

ધન્યવાદ તો મારે કહેવું જોઇયે આપને જેનિસજી... આવા દૂષણનો સામનો કરવા તૈયાર થયા એ બદલ... મેં તો બસ મારી ફરજ નિભાવી છે... એમાં આભાર માનવાનો ના હોય... જય મહાદેવ..

Namrata Kansara 8 year ago

ભાઇ, me too જેવી મુહિમ પણ ચાલે... વિરોધ પણ થાય... અને કરવો પણ જોઈએ. પણ છોકરાઓએ પણ સમજવું જોઈએ. છોકરીઓ કે સ્ત્રી, આમન્યા જાળવવી જોઈએ. નિર્દોષ ચર્ચાઓ પણ આવી અણસમજના કારણે જ અટકે છે. અને ખરેખર ઉભરતા લેખકો કે કવિઓ... પોતાની પ્રતિભા... આવા અણસમજુઓના કારણે... આવા અસરકારક માધ્યમ પર પ્રસ્તુત કરતાં પણ ખચકાય છે અથવા તો અવગણે છે. જે ખોટું છે. એટલે કમલેશભાઈ એમ કહું કે છોકરીઓમાં જાગૃતિ હોવી જોઈએ. અને છોકરાઓમાં છોકરીઓ પ્રત્યે રિસ્પેક્ટ. બંને તરફ હોવું જોઈએ. સન્માન-એક તરફ જ નહિ. જેથી સારા રચયિતાઓ ગાયબ ન થાય...

jd 8 year ago

ava loko na ghare jaine ek var emni kartuto emni family vala ne batavvi joiye to emna ma-bap ne pan khabar pade k emni bhul thai che ava loko ne aa duniya ma lavi ne

Neel Patel 8 year ago

Na na.. Block no option aapi de to pn vandho nthi... Mb na features badlva joi ae...

______ 8 year ago

@Neel...ha...aa inbox j kadhi nakhvu joie

Bindiya 8 year ago

આ એક કડવું સત્ય છે કમલેશભાઈ . મે ધણી વખત અમુક કોમેન્ટ નકારી છે. ઇનબોકસ મેસેજમાં પણ લોકો પર્સનલ પશ્ર્નો કરે છે. ધણાં તો પુછી નાંખે કે મળવું હોય તમને તો ક્યાં મળી શકાય. કાં તો આ લોકો ને ઇગ્નોર કરવા પડે છે . નહીતો પછી બ્લોક. પણ આ એપ માં બ્લોક પણ થતું નથી. જાહેર કોમેન્ટ પુરતું જ બ્લોક થાય છે. પર્સનલી નહી. ત્રણ ચાર જણ ની કોમેન્ટ બ્લોક કરી છે છતાં એ લોકો હજું મારી પોસ્ટ લાઇક કરી શકે છે.અને ઇનબોકસ પણ.

Neel Patel 8 year ago

Inbox vagar ni aapni life kevi mst hati.. Na koi secret na koi chhedkhani... Lagni.. Mithas bhari ae vato.. Ek post par commants na dhagla... Modi rate sudhi kareli mastio... Inbox aavyu ne badhu fari gyu.. Ne loko pn..

Bhavesh 8 year ago

જય ભોળાનાથ, મે એક પરિવારના સભ્ય તરીકેની ફરજ બજાવતા કંમ્પલેઈન કરેલ છે

Jenice Turner 8 year ago

Thank you very much tamari information mate mane pan ghani aslil comment aave che hu ignore karti hati pan have definitely aagad complain jarur karish

Kamlesh 8 year ago

હા વૈદેહિજી... એના વગર છૂટકો જ નથી...

Kamlesh 8 year ago

ધન્યવાદ વર્ષાજી...

Vaidehi 8 year ago

aa taklif vadhti j jaay che Mahadev me pan bau ignore karyu pan tamari pahel joine lage che top maro karvo j padse?

______ 8 year ago

will do it...thank u Kamlesh for info?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now