#kavyotsav
એક બહાનું આપીશ ?
- જૈમીન ધામેચા
લાગણી વિખેરવાનું એક બહાનું આપીશ ?
પાંપણો ઝૂકાવવાનું એક બહાનું આપીશ ?
હોઠોને ફફડવાનું પણ હવે ક્યાં યાદ રહે છે,
શબ્દો વચ્ચે રહેવાનું એક બહાનું આપીશ ?
કશું ક્યાં ઊગ્યું છે તારાં ચાલી ગયાં પછી,
હૂંફનો છોડ રોપવાનું એક બહાનું આપીશ ?
શ્વાસોય જો ને, ઉછીનાં લઈને જ જીવું છું,
છેલ્લી ક્ષણ ખરીદવાનું એક બહાનું આપીશ ?
ચલ, નહીં લઉં મારાં કુદરતનું નામ ક્યારેય,
છેલ્લી ઈબાદત કરવાનું એક બહાનું આપીશ ?