#kavyotsav2
એક સંબંધ ભાવ નો તારા અભાવ થી બાંધી લીધો છે
તન્હાઈ ને આ જીંદગી માં મારો સ્વભાવ કરી લીધો છે
શ્વાસો ના આવન જાવન વચ્ચે યાદો ની સરવાણી છે
તારા વિરહ ની વેદના એ હૈયે થી લગાવ કરી લીધો છે
તારા ગયા પછી આ આંખો ના વમળ પણ સૂકાયા છે
આ હોઠોએ જાણે કે હસવા નો અભાવ કરી લીધો છે
છળે છે મૃગજળ જેમ એમ છબી તારી છળી જાય છે
મારી પ્યાસે પણ બુજવા નો જાણે દાવ કરી લીધો છે
મારા રોમ રોમ માં બસ તારી જ સુગંધ પ્રસરી રહી છે
તારી રાહ પર ઈન્તજાર નો આખો ભવ કરી લીધો છે
દર્દો બઘા પણ હવે ખીલી ગયા ને ખાલીપો મ્હેકે છે
કાંઈક એ રીતે એકાંકીપણા થી લગાવ કરી લીધો છે
એક સંબંધ ભાવ નો તારા અભાવ થી બાંધી લીધો છે
તન્હાઈ ને આ જીંદગીમાં નિલે સ્વભાવ કરી લીધો છે
-નિલ
તા. ૨૭/૩/૨૦૧૯
સમય-૧૧:૨૪ pm