#Kavyotsav -2
દિઠા રુપ અનેક જીવનનાં,
બિબામાં સર્વે ઢળી બેઠા.
સંબંધોનાં ત્રાજવે તોળી જીંદગી,
સદા નમતું જ જોખી બેઠા.
ખુશી જ ચાહી હરકોઈ ની સદા
છે ગુન્હો, તો હા! એ કરી બેઠા.
નથી જતાવ્યો હક કદી કોઈ પર,
આમજ, પોતાના માની બેઠા.
એટલા નાસમજ જરૂર છીએ કે,
સમજદારોમાં ખુદને ગણી બેઠા.
ના છીનવ્યુ કોઈનું,નાં કોઈને તરછોડયા,
હતું નસીબનું એજ માંગી બેઠા.
નથી પહેરેદારી કરી કોઈ ની,
બસ,ખુદના ચોકીદાર બની બેઠા.
જાગૃતિ રાઠોડ
,