#KAVYOTSAV -2
મુરલી મનોહર...
-----------------------
મુરલી મનોહર તારા રૂપે હું રંગાઈ જાઉં,
મીરા બનીને હું તારામાં સમાઈ જાઉં...
તારા અનેક નામમાં હું રહી જાઉં,
રાધા ની જેમ હું પણ પ્રિય બની જાઉં...
આ જગમાં હું પણ તને ગમી જાઉં,
મુરલી મનોહર હું પણ તું જ માં સમાઈ જાઉં...
તું તારી વાંસળી નો સુર હું નાચી જાઉં,
માધવ માધવ કહી ને તારા માં સમાઈ જાઉં...
તારા હાથ ના એ વ્હાલ ને ચૂમી જાઉં,
માધવ ના જ નામ માં હું સમાઈ જાઉં...
- માર્ગી પટેલ