Gujarati Quote in Poem by Mamtora Raxa

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માનવગાડી
જીવનરૂપી માનવગાડીના પૈડા ચાર,
નથી કોઈને ખબર, આ માનવગાડી ક્યાં અટકશે ?
કુંપળ સમું આ બાળપણ સૌને લાગતું વ્હાલું,
ફૂલ શી ખીલતી યુવાનીની વસંત સૌ માણતું,
થડ શી પ્રૌઢાવસ્થાની જવાબદારી સૌ નિભાવે,
પાનખરને સૌ માનવો શા કારણે ધિક્કારે ?....... જીવનરૂપી માનવગાડી
નથી કોઈ જડીબુટ્ટી આ પાનખરને રોકવાની,
બંધાય છે ઘરો અનેક, આ પાનખરે પહોચેલા માટે,
ધક્કો મરાય છે! જ્યારે જન્મદાતાને અહી,
નિકળે છે નિ:શ્વાસ, માત્રુ- પિતૃ હૃદય મહી,
જાણે છે માનવ કે, પાનખર તો એને પણ આવવાની.
જીવનરૂપી માનવગાડીના પૈડા ચાર.

રચનાકાર -રક્ષા મામતોરા

Gujarati Poem by Mamtora Raxa : 111159093
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now