#kavyotshav 2
મિલનની પ્યાસ
તારી યાદો માં વહેતા મારા આંસુ ને
તું તારા દિલના મોતી બનાવી જા,
કાના એકવાર તો તુ મને
મળી જા...
અહલ્યા જેવી જડ બની ફરું જગમાં
રામ બની તું તારા ચરણ ની રજ દઈ જા,
કાના એકવાર તો તું મને
મળી જા...
આમ જ શ્વાસ લઉં છું જીવવા કાજ
શ્વાસ માં મારા તારા શ્વાસ થી પ્રાણ ફૂંકી જા,
કાના એકવાર તો તું મને
મળી જા...
થાય મોડું તને ને હું દુર થાઉં આ જગથી
એ પહેલાં તું આવી ને શ્વસી જા,
કાના એકવાર તો તું મને
મળી જા...
મારા થી ના કહેવાય ના તારા વિના રહેવાય
પ્રેમ ની આ પરાકાષ્ઠામાં તું ભળી જા,
કાના એકવાર તો તું મને
મળી જા...
-કુંજદીપ.