#KAVYOTSAV2
બાલકોટ
હડય હડ્ય કેટલું કરવાનું,
માસુમ હોય તો બિસ્કીટેય આપીએ.
હડકાયાને સાંબેલું મારવાનું!
ખાનદાની સમજીને ભાયુભાગ આપ્યો,
નાનો ગણી અર્ધો પંજાબ આપ્યો.
પછી શું માંગ માંગ કરવાનું?
હડકાયાને સાંબેલું મારવાનું!
જ્યારે શત્રુ બને સ્વજન રે
અર્જુન ઊંચકે હવે ગાંડીવને,
અસમંજસમાં કેટલું રેવાનું!
હડકાયાને સાંબેલું મારવાનું!
આ તો મોટાની હળવી ટપલી છે,
ભારત ગરુડ છે, ના ચકલી છે.
ગનીમત જો સાનમાં સમજવાનું.
હડકાયાને સાંબેલું મારવાનું!
*કમલેશ ઉપાધ્યાય*
*ગારીયાધાર*