Gujarati Quote in Poem by Kanha

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#KAVYOTSAV -2

#લાગણી

હેત મળે જો તારાં તો,
આખી દુનિયા નેં હું ઝુકાવી દઉં,
તારી લાગણીઓ નાં સહારે,
સમગ્ર જીવન હું વિતાવી દઉં.

સંયમની પતવારે,
ભલે સમય નેં પણ હું માપી લઉં,
પણ તારાં હેતનાં સથવારે,
પ્રણય નૌકાનેં હું હંકારી લઉં.

તારાં સ્મિત નાં સથવારે,
મારી વેદનાઓ નેં હું વાળી લઉં,
વિષાદનાં એ વમળોમાં,
તારાં હેતનેં હું સમાવી દઉં.

તારાં દર્દનાં સથવારે,
મારી લાગણીઓ નેં સંભાળી લઉં,
મોહક તારાં આલીંગનનાં ઓછાયે,
તારી માંગણીઓ નેં હું વધાવી લઉં.

તારી ખુશીનાં સથવારે,
મારી વિટંબણા નેં હું ભુલાવી દઉં,
એકમેકનાં પ્રણય પુષ્પે,
હેતનેં પણ હું હંફાવી દઉં.

તારાં જીવનનાં સથવારે,
મારાં મૃત્યુ નેં હું લલચાવી દઉં,
તું કહે તો વ્હાલાં મારાં,
તારાં હેતનેં હૈયે સમાવી લઉં.

તારી ભક્તિ નાં પરિણામે,
મારાં હેતનેં હું ચકાસી લઉં,
માધવ ની મીસ. મીરાં નેં,
અમસ્તી જ આમ ફોસલાવી દઉં.

મીસ. મીરાં

Gujarati Poem by Kanha : 111157487
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now