કાશ આ જિંદગી થોડી સહેલી હોત,
સુખ તરફ થોડીક વધુ ઢળેલી હોત,
નશો જો હોત સફળતાઓનો કદાચ,
પીધા વગર જ અમને ચઢેલી હોત.
હું હોત ને ફક્ત મારી દુનિયા બસ,
પછી ક્યાં કોઈની પણ પડેલી હોત.
ના રહેતે કોઈ પણ કમી જિંદગીમાં,
આ મારી કિસ્મત સોને મઢેલી હોત.
ફરિયાદ નથી બસ અપેક્ષા છે મારી,
ઈશ્વરે કાશ થોડી સાંભળેલી હોત.
Dishu patel