#kavyotsav -2
છળ કોઈ છે
-----------------
ઘૂઘવતી આંખને મેં નિરંતર જોઈ છે
લાગ્યુ હસ્તા નકાબની પાછળ કોઈ છે
દિલાસો દઈ જતી કોઈની તડપ દૂરથી
ડગમગતા બૂતને ટેકો અકળ કોઈ છે
જિંદગી શરુ થઈ ગઈ પછી નવેસરથી
પગલાં એનાં 'જીવાદોરી' બળ કોઈ છે
શ્વાસ ત્યાર પછી ચૂક્યા નથી 'ધરી' ને
ભીતર બેઠું લાગણીનું નગર કોઈ છે
રસાલો તમારા તરફ વળ્યો 'સાબીર'
જાણે એ હસતી આંખમાં છળ કોઈ છે