...
*"ગુજરાત સ્થાપના દિવસ"*
*ગતિશિલ ગુજરાતની પેલે પાર*
*ગતિશિલ ગુજરાત પહેલાનું ગુજરાત...*
*મેં જામ રાવળને દરિયામાં માર્ગ આપતી માઁ આશાપુરાને જોઇ છે.*
*મેં હરપાલ દેવમાં શિવજીને જોયા છે.*
*મેં માઁ શક્તિને દીઘડીયે દિ'ઉગાડતા જોયા છે.*
*મેં વનરાજ ચાવડાને વન વગડામા ઉછેરતા જોયો છે.*
*મેં હમીરજી ગોહિલ અને મોખડાજી દાદાના ધડને લડતા જોયા છે.*
*મેં ગજનવી દ્વારા સોમનાથ લુટાતુ-ભંગાતુ જોયુ છે.*
*મેં ભીમદેવ અને રા’માંડલિક દ્વારા સોમનાથ ફરી ઉભુ થતા જોયુ છે.*
*મેં રાઠોડોને સોમનાથમાં બંધ બારણે વાજા વગડાવતા જોયા છે.*
*મેં રા’નવઘણને બેન જાહલની વારે ચડતા જોયો છે.*
*મેં ચારણ આઇ નાગબાઈને વાળાઓની સહાય કરતા જોયા છે.*
*મેં આઈ ખોડલને અંતિમ વખત ગોહિલવાડમાં જોયા છે.*
*મેં વજેસંગજી ગોહિલને ચિતલના યુદ્ધ મેદાનમાં લડતા જોયા છે.*
*મેં વજેસંગજી અને જોગીદાસ ખુમાણની ભાયબંધી જોઈ છે.*
*મેં સૌરાષ્ટ્રનુ પાણીપત્ત યુદ્ધ એવું ભુચરમોરી યુદ્ધને પણ જોયુ છે.*
*મેં રા’ગંગાજળીયાના નાયેલા પાણીથી માનવના કોઢ મટતા જોયા છે.*
*મેં ઝાલા રાયસિંહની હથેળી જોઇ છે.*
*મેં સાંચોજી પરમાર (મુળી) ને સિંહનુ દાન દેતા જોયા છે.*
*મેં ભગવતસિંહજી જાડેજાનુ ગોંડલ જોયુ છે.*
*મેં જામ વિભાજીના વિકસતા જામનગરને જોયુ છે.*
*મેં ભારતને પોતાનુ સર્વસ્વ લુટાવી દેનાર કૃષ્ણકુમારસિંહજીને જોયા છે.*
*મેં મારા નવા અવતાર “ગુજરાત રાજ્ય”ને ચલાવવા પોતાના મહેલોના દ્વાર ખોલનાર પ્રતાપરાવ ગાયકવાડને પણ જોયા છે.*
-કુમારપાલસિંહ રાણા**