જુદા થઈને પણ દિલ અકસર યાદ કરે છે એને,
વિચારે છે શું એ પણ મને યાદ કરતાં હશે,
જેમ આસમાન રોઈ પડે છે જમીનની યાદમાં,
મોકલે છે વરસાદની બુંદો ફરિયાદમાં,
ચાલો વરસાદની બુંદો તો નથી મારી પાસે,
પણ આ આંખોના આંસુઓમાં તું તને જ પામીશ,
સાંભળને,
ક્યારેક જોઈશ આ આંસુ મારી આંખો માં તો,
શું તું પાછી આવીશ???
યાદ આવે છે પળ આપણા, જે તે કર્યા હતાં ખોટા વાયદા,
મેં જોયાં હતાં જે સાચાં સપના, યાદ આવે છે,
યાદ આવે છે મને મારાં હારેલા પ્રેમનો એ ઇઝહાર,
સાંભળીને પણ તે અણસાંભળી કરેલ મારાં દિલની વાતો હજાર,
પણ આજે પણ મારી તૂટેલી ઉંઘના વિખરાયેલા સપનાઓમાં તું તને જ પામીશ,
સાંભળને,
ક્યારેક જોઈશ આ દર્દ મારું તો,
શું તું પાછી આવીશ???