સાવ અચાનક ગૂમ થયો છું
લોક કહે મરહૂમ થયો છું

મ્હાંય કરે સૌ ચંચૂપાતો
કઇ હદે હું ઝૂમ થયો છું

રાખ વિણીને પડઘાઅોની
અે જ ફરીથી બૂમ થયો છું

કેટ કેટલી ઘટનાઅોથી
ડાળ મટીને લૂમ થયો છું

વાડ, વજીફા, ખેતરમાંથી
ચાર દિવાલે રૂમ થયો છું

Gujarati Good Morning by Pravin.. : 111149465

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now