Gujarati Quote in Thought by Kinjal Sonachhatra

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સફળ વ્યક્તિઓ ના સફળ સૂત્રો :

તમારી અંદરની શક્તિ જેટલી વધારે તમે વાપરશો તેટલી વધારે શક્તિ તમે તમારા મારફત મેળવી શકશો...

તમારી ભલે ને ગમે તેટલી ખરાબ સ્થિતિ હોય, તમે તેને સુધારી જ શકશો... સૌથી પહેલા મન ને શાંત કરો...

ખર્ચ કર્યા પછી બચત કરવી અઘરી છે, પરંતુ બચત કર્યા પછી ખર્ચ કરવો સહેલો છે...

નસીબ નો વાંક કાઢવા નો બંધ કરો... નિષ્ફળતા ના કારણો નો અભ્યાસ કરો... ક્યાં ભૂલ થઇ છે એ શોધી કાઢો...


યાદ રાખો : નશીબ નો દોષ કાઢવા થી તમે જ્યાં પહોંચવા ઈચ્છો છો ત્યાં કદી પહોંચી શકાતું નથી...

નામ યાદ રાખવા ની ટેવ પાડો. નામ યાદ નહીં હોય તો, તમને તે વ્યક્તિ માં પૂરતો રસ નથી તેવું લાગશે... કોઈ પણ વ્યક્તિ ને તેનું નામ સૌથી વધૂ પ્રિય હોય છે...

યાદ રાખો : દરેક પરિસ્થિતિ ની સારી બાજુ હોય જ છે... એ સારી બાજુ ને શોધી કાઢો... સારી બાજુ જુઓ અને નિરાશા ને ખંખેરી નાખો...

વિરોધ નો સામનો કર્યા વિના ઉચ્ચ કક્ષા ની સફળતા મેળવવી શક્ય જ નથી... એ માટે તકલીફો - પછડાટો નો સામનો કરવો જ પડે છે...

દરેક વ્યક્તિ ને મળતી વખતે તમે સંસ્કારી છો, તેવું લાગવું જોઈએ... બીજા લોકો ને સંસ્કારી વ્યક્તિ ને મળવું ખૂબ ગમે છે... સંસ્કારી હોવા ને કારણે તમને પોતાને પણ સારુ લાગશે...


આશા છે કે, આ લેખ પર થી થોડું જાણવા મળ્યું હશે...

Gujarati Thought by Kinjal Sonachhatra : 111149147
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now