Gujarati Quote in Romance by HARSHADBHAI T KOTADIYA

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ડિયર રાધે...!!!
ક્ષણ ની પણ કોઈ અવધી હોય છે?
ક્ષણે ક્ષણે તું મને સ્પર્શે છે..!!
શરીરથી નહીં; સ્મૃતિ થી..
તારી સ્મૃતિ થી જ હું મારાં અંતર મનની ક્ષુધા તૃપ્ત કરી લઉં છું.
ભૂખ માત્ર શરીર ને જ નહીં... હૃદયને પણ લાગતી જ હશે, નહીં તો તારી એક ઝલક જોવા મારું હૃદય આટલું વાલોવતું નહીં હોય...
તારી એકે એક વાત મારાં હૃદય પર અંકિત થઈ ગઈ છે.
તારું નિર્મળ સ્મિત, ગાલે પડતાં ખંજન નું આંખે અંજન.. શું વાત કરું? એમ થાય કે મૌન રહી તને બસ સતત એકીટસે જોયાં જ કરું... તને જોઉં અને મારી આંખ ઉઘડે.. તને સૂતેલી જોઉં અને મારી પાપણ ઢળે.. તું ગાઢ નિંદ્રા માં હોય અને તારા એ અદ્ભૂત સ્મિત ને હું માણું.. હળવેકથી તને આછું આલિંગન આપુ.. તારા કપાળ ને મારાં હોંઠ થી ભીંજાવું..
લોટસ ઓફ લવ... માય લવ...
-- હર્ષદ

Gujarati Romance by HARSHADBHAI T KOTADIYA : 111147748
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now