કોઈક માટે નો ગુસ્સો, કોઈક માટે ની નફરત......
અને તેની સજા કોઈક બીજા ને શામાટે?.....
માત્ર એટલા માટે કે "તે" કોઈનો ભાઈ ,કાકા,મામા જેવા
સંબંધો થી જોડાયેલો છે કે પછી .....તેણે જીવન માં ખૂબ મહેનત તો કરી પણ
સફળતા તેના થી રિસાયેલી જ રહી, તેના કારણે તે કુટુંબ ની અપેક્ષા
મુજબ નું જીવનધોરણ ના આપી શકયો તેની સજા ? પુરુષ ને
તેના દરેક સ્વજનો માટે પ્રેમ હોય પરંતુ તેને માબાપ ની જેમ જ
પત્ની અને બાળકો માટે વિશેષ લાગણી હોય તે સ્વભાવિક છે
પરંતુ જ્યારે પત્ની અને બાળકો જ તેને દુભવે ત્યારે ? તે પુરૂષ ની
વેદના કોઈને ખબર છે ? તે પોતાની વેદના કોઈને કહી પણ નથી શકતો
આ સમયે પત્ની કે જે "મા" પણ છે તેણે પોતાની અપેક્ષાઓ તો ના પુરી થઈ
પરંતુ બાળકો માં.... પિતાએ જીવનમાં કંઈજ નથી કર્યું તેવું પ્રદર્શિત કરી ને
બાળકો માં પિતા માટે નફરત તો ના જ પેદા કરાય...જો સ્વમાની હોય તો જાતે
મહેનત કરી ને કુટુંબ ને એક પ્રેમાળ પંખીનો માળો બનાવવો જોઇએ
....આજ સુધી સ્ત્રી માટે ખૂબ લખાયેલું આવે છે....
પરંતુ કોઈ પુરુષ પણ દુઃખી હોય શકે . તેની નોંધ
બહુ ઓછા લોકો લે છે.