હું નરકમાંય ઉત્તમ પુસ્તકોનું સ્વાગત કરીશ..કારણકે એનામાં એવી શક્તિ છે કે એ જ્યાં હશે ત્યાં સ્વર્ગ રચી દેશે.
~ લોકમાન્ય તિલક
વાંચન એ ધ્યાન અને યોગ જેટલી જ ગુણકારી પ્રવૃત્તિ છે.
~ અજ્ઞાત
તમે જ્યારે કોઈ એક પુસ્તક ખરીદો છો ત્યારે અડધો કે એક કિલોગ્રામ કાગળ નથી ખરીદતાં, પણ એક જીવન ખરીદો છો..!"
~ અજ્ઞાત
પુસ્તકોનું મૂલ્ય રત્નો કરતાં પણ વધુ અમૂલ્ય છે. રત્નો તો બાહ્ય ચમકદમક આપે છે, જ્યારે પુસ્તકો અંતઃકરણને ઉજ્જ્વળ બનાવે છે.
~ મહાત્મા ગાંધી
પુસ્તક એટલે આલેખાયલું જીવન અને
જીવન એટલે સતત વંચાતું પુસ્તક!
~ અજ્ઞાત
શેક્સપીયરની જન્મ તારીખ અને મૃત્યુ તારીખ પણ ૨૩ અપ્રિલ છે.. આજ કારણે યુનેસ્કોએ ૨૩ અપ્રિલ ને “વિશ્વ પુસ્તક દિવસ” તરીકે ઉજવવાનું શરુ કર્યું.
*સૌ શબ્દમિત્રોને 'વિશ્વ પુસ્તક દિવસ' નિમિત્તે ખોબો ભરીને શબ્દો ની લ્હાણી ....*