. *ગુન્હો*
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
મને ખોટે ખોટો સાબિત તું ના કર,
*મે કોઈ ગુન્હો નથી કર્યો* !
સાચા સમજીને સાથ દીધો છે,
ખોટાથી હું હંમેશ દૂર રહ્યો છું.
પોતાના સાથે ક્યારેય છલ નથી કર્યા,
*મે કોઈ ગુન્હો નથી કર્યો* !
ઈર્ષા રાખનાર સાથે પણ પ્રેમ કર્યો,
મને ખોટે ખોટો સાબિત તું ના કર.
લાગણીના સબંધમાં ઝહેર નથી કર્યા,
*મે કોઈ ગુન્હો નથી કર્યો* !
પોતાના ને મે ક્યારેય પરાયા નથી કર્યા,
મને ખોટે ખોટો સાબિત તું ના કર.
ભગવાન પર પણ રાખી અડગ શ્રદ્ધા,
*મે કોઈ ગુન્હો નથી કર્યો* !
ખોટા પર પણ પૂરતો ભરોસો રાખ્યો,
મને ખોટે ખોટો સાબિત તું ના કર.
આત્મીયતા થી સબંધો નિભાવ્યા,
*મે કોઈ ગુન્હો નથી કર્યો* !
મને ખોટે ખોટો સાબિત તું ના કર,
*મે કોઈ ગુન્હો નથી કર્યો* !
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
*ધવલ રાવલ*
TRUST ON GOD